Posts

Review writing

    Expert lecture Economics - review           આજે મેં Expert lecture economics નો lecture attend કર્યો. બિરસા મુંડા ટ્રાઈબલ  યુનિવર્સિટ તરફ થી આ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ  લેક્ચર માં સ્કૂલ ઓફ આર્ટ્સ અને સ્કૂલ ઓફ કોમર્સ ના પ્રિન્સિપલ અને ઇકોનોમિક ના પ્રોફેસર હાજર હતા. થતા અર્થશાસ્ત્ર માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.         આ એક્સપર્ટ લેક્ચર ના એક્સપર્ટ અસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સર હતા. આ લેક્ચર 23/02/2026 ના રોજ સોમવારે આયોજન કરવામાં આવ્યો હતો. લેક્ચર ની શરૂઆત કરતા પહેલા દીપ પ્રગટાવા માં આવ્યો હતો. પછી ફુલો દ્વારા પ્રિન્સિપલ, હેમિલ્ટન મહીડા સર તથા ત્યાં ઉપસ્થિત દરેક પ્રોફેસર નું સ્વાગત કરવામાં આવ્યું હતું.        આ લેક્ચર માં હેમિલ્ટ મહિડા સરે બજાર નું માળખું ટોપિક પર ચર્ચા કરી હતી. સૌવપ્રથમ તો અર્થશાસ્ત્ર એટલે શું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્ર એટલે શું એ પ્રશ્નનો સરે વિદ્યાર્થીઓ ને પૂછોયો હતો. ત્યારે વિધાર્થીઓ એ જવાબ પણ આપ્યો હતો. ત્યાર બાદ અર્થશ...

Website review

Suroskie     આ વેબસાઈટ અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ માટેની છે           આ વેબસાઈટ પરથી આપણે બ્યુટી પ્રોડક્ટ વિશે જાણી શકીએ છીએ. આ વેબસાઈટ આપણને અલગ અલગ સ્કિન પ્રોડક્ટ વિશેની માહિતી આપે છે. આ વેબસાઈટ પર દરેક પ્રોડક્ટ ના વિડીયો પણ મૂકવામાં આવ્યા છે.આ વેબસાઈટ પર આપેલા પ્રોડક્ટ નો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશેની માહિતી પણ આપવામાં આવે છે. આ વેબસાઈટ બ્યુટી પ્રોડક્ટ ના વેચાણ માટે ઉપયોગી બને છે. આ વેબસાઈટ માં પોતાની ત્વચા પર શું લગાવવાથી સ્કિન ગ્લો કરે છે તે વિશેની માહિતી પણ આપવામાં આવે છે. આ વેબસાઈટ પરથી આપણે એવી દરેક વસ્તુ જાણી શકીએ છે કે જેનો ઉપયોગ આપણે આપણી ત્વચા પર અને આપણા વાળામાં કરીએ છે.     આ વેબસાઈટ માં જેટલા પણ બ્યુટી પ્રોડક્ટ છે તેમના નામ નીચે પ્રમાણે આપવામાં આવે છે.   (1) Shimmer oils launch   (2) Skin care   (3) Hair care   (4) Body care   (5) Fragrances  (6) Lip oils   (7) Glow Duos  (8) Combos         આ વેબસાઈટ તે તમામ લોકો માટે સારી સાબિત થઈ છે...

પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ

પશ્ચિમ ગુજરાત,જે તેની ધાર્મિકતા, દરિયાકાંઠા, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. દ્વારકા, સોમનાથ, જુનાગઢ, નાગેશ્વર, ગિરનાર, શિવરાજપુર બીચ, અને ઉત્તર ગુજરાતમાં આવેલ ચોટીલાની મુલાકાત લીધી હતી. જેનો અનુભવ ખૂબ જ આનંદદાયક અને યાદગાર રહ્યો. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી વિદ્યાર્થીને નવું નવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસ નો મતલબ ફરવાનો જ નથી, પરંતુ તે સ્થળની વિશેષ જાણકારી મેળવવાનો પ્રકૃતિના સૌંદર્યતા ને નિહાળવાનો છે. મારી શાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા વેડછી માંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળતી હતી. અમારી શાળા દ્વારા એક વખત પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેનો અનુભવ હું આજે પણ ભૂલી નથી. પાંચ-છ શિક્ષકો સાથે અમે વિદ્યાર્થીઓ બસ દ્વારા પશ્ચિમ ગુજરાતના પ્રવાસ માટે નીકળ્યા. શિક્ષકો અમને બધાને પશ્ચિમ ગુજરાતના પ્રવાસ ના દરેક સ્થળ વિશે જાણકારી આપતા હતા. અમે રાતના 09:00 વાગે જેમ શાળાથી શિક્ષકો સાથે બસમાં બેસી પ્રવાસ માટે નીકળ્યા.  અમારો પ્રવાસ દ્વારકા થી શરૂ થયો. અમે સવારના સાત આઠ વાગે જેમ દ્વારિકા પહોંચ્યા હતા. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની પવ...

Story Writing Task

                એક દંપતિ હતું. પતિ - પત્નિ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સારસંભાળ રાખતા હતા. તેઓની આર્થિક સ્થિતી ખૂબ જ નબળી હતી. તેમની વચ્ચે પ્રેમ ખૂજબ ગાઢ હતો. કઇ પણ મુશ્કેલી માં એક - બીજા નો સહારો બનતા. તેમની પાસે ધન તો વધારે નો હતું પરંતુ પ્રેમ ઘણ હતો તેમના કોઈ સંતાનો પણ નો હતા. તેઓ મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા પરંતુ તેઓ હંમેશા સુખી રહેતા હતા.તેમની પાસે એકબીજાના સહારા સિવાય બીજા કોઈ નો સહારા નો હતો છતાં તેઓ હંમેશા ખુશ રહેતા.        એક દિવસે પત્નીએ પતિને કહ્યું '"ભગવાને મને આટલા સુંદર લાંબા વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપીન ઘરમાં નથી. મને એક સારી હેર પીન તો લાવી આપો" પતિ એ પત્ની ની વાત સાંભળી અને પછી કહ્યું. અરે ગાંડી, તને તારી હેર પીનની પડી છે. મારા ઘડિયાલ નો બેલ્ટ કેટલા દિવસથી તૂટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પણ પૈસા નથી તો તારા માટે હેર પીન કેવી રીતે લાવું ? પતિ સાંજે પોતાનું કામ પૂરું કરેને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં ઘડિયાલ વાળાની દુકાન આવી એટલે ત્યાં જઈને પોતાની બેલ્ટ વગરની ઘ...