પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ

પશ્ચિમ ગુજરાત,જે તેની ધાર્મિકતા, દરિયાકાંઠા, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. દ્વારકા, સોમનાથ, જુનાગઢ, નાગેશ્વર, ગિરનાર, શિવરાજપુર બીચ, અને ઉત્તર ગુજરાતમાં આવેલ ચોટીલાની મુલાકાત લીધી હતી. જેનો અનુભવ ખૂબ જ આનંદદાયક અને યાદગાર રહ્યો.

વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી વિદ્યાર્થીને નવું નવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસ નો મતલબ ફરવાનો જ નથી, પરંતુ તે સ્થળની વિશેષ જાણકારી મેળવવાનો પ્રકૃતિના સૌંદર્યતા ને નિહાળવાનો છે.

મારી શાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા વેડછી માંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળતી હતી. અમારી શાળા દ્વારા એક વખત પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેનો અનુભવ હું આજે પણ ભૂલી નથી. પાંચ-છ શિક્ષકો સાથે અમે વિદ્યાર્થીઓ બસ દ્વારા પશ્ચિમ ગુજરાતના પ્રવાસ માટે નીકળ્યા. શિક્ષકો અમને બધાને પશ્ચિમ ગુજરાતના પ્રવાસ ના દરેક સ્થળ વિશે જાણકારી આપતા હતા. અમે રાતના 09:00 વાગે જેમ શાળાથી શિક્ષકો સાથે બસમાં બેસી પ્રવાસ માટે નીકળ્યા. 

અમારો પ્રવાસ દ્વારકા થી શરૂ થયો. અમે સવારના સાત આઠ વાગે જેમ દ્વારિકા પહોંચ્યા હતા. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી તરીકે જાણીતી છે. ત્યાં અમે બધાએ સવારની આરતી જોવાનો આનંદ લીધો. ત્યારબાદ અમને થોડીવાર બજારમાં ફર્યા દેવામાં આવ્યું હતું. પછી બધા બસમાં બેસીને નાગેશ્વર માટે નીકળ્યા જે દ્વારકા થી 16 કી.મી દૂર છે. નાગેશ્વર મહાદેવ મ મંદિર પાસે 125 ફૂટ ઊંચી શિવ પ્રતિમા છે. ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર તેમનું બીજું જ્યોતિર્લિંગ ગણાય છે. દર્શન કરવા મુખ્ય દ્વારથી અંદર જતા દર્શન પુજન સામગ્રીની નાની - નાની દુકાનો જોવા મળે છે. ત્યાંથી અમે બધાએ પ્રસાદ લીધો હતો. દર્શન કર્યા બાદ અમે બધા બજારમાં ફર્યા હતા. ત્યાંથી દરેક વિદ્યાર્થીએ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી હતી. 

નાગેશ્વર થી નીકળી ને પછી અમે બધાએ શિવરાજપુર બીચ ની મુલાકાત લીધી હતી. શિવરાજપુર બીચ તેની સ્વચ્છતા, સફેદ  રેતી અને નીલા દરિયા માટે જાણીતો છે. ત્યાં અમને ફરવાની ખૂબ મજા આવી હતી. પાણીમાં રમવાની પણ મજા આવી હતી. ત્યાં દરિયાકાંઠે કોઈપણ દુકાન ન હોવાથી અમે વધારે સમય રોકાયા નહીં. 

શિવરાજપુર થી નીકળી અમે સોમનાથ માટે નીકળ્યા. સોમનાથ મંદિર ભગવાનનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે. અમે સોમનાથ રાતના પહોંચ્યા હતા. ક્યાં પહોંચીને સૌપ્રથમ આરતી માટે મંદિરે પહોંચ્યા. આરતી બાદ અમને સોમનાથના દરિયાકાંઠે લઈ ગયા. પરંતુ રાત પડી ગઈ તેથી અમને દરિયા કિનારે વધારે મજા આવી નહીં અને થોડીવાર બાદ અમને બજાર માં જવા દેવામાં આવ્યું. એ રાત અમે સોમનાથ રોકાયા હતા. ત્યાં બધાએ મળીને જમવાનું બનાવ્યું હતું. જમવાનું બની ગયા બાદ બધાએ જમીને પોતાના રૂમમાં આરામ કરવા માટે ગયા. 

સવારે ઉઠીને તૈયાર થઇ ને અમે બધાં બસ માં બેસી ને જૂનાગઢ માટે નીકળ્યા. જુનાગઢ ગિરનાર પર્વત ચડશુ એ વિચાર કરીને અમે બધા ખુશ થતા હતા. જુનાગઢ પહોંચી ને ગિરનાર પર્વત ચડાવવા માં આવ્યો હતો બે શિક્ષકો આગળ હતા. એક શિક્ષક વચ્ચે અને બે શિક્ષક છેલ્લા રહ્યા. પર્વત પરથી નીચેનું દ્રશ્ય ખૂબ જ સુંદર અને રમણીય લાગતું હતું. જે જોવાનું અમને બધાને ખૂબ જ મજા આવી. પર્વત ઉતરીને ત્યાં બાજુમાં ભોજનાલય હતું અને ત્યાં અમને બધાને જમવા માટે લઈ ગયા ત્યાં અમને ખીચડી, કઢી , ભાખરી, ગાંઠિયા અને મીઠાઈ જેવા સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બજારમાં થોડીવાર ફરવા દેવામાં આવ્યું હતો. ત્યાં દરેક વિદ્યાર્થીએ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી હતી. 

અમારા પ્રવાસનો અંત ચોટીલા ખાતે થયો. ચોટીલા માતાજીનું મંદિર ઉચા પર્વત પર આવેલું છે. ઉપર પર્વત થી આસપાસ નો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. માતાજીના દર્શન કરીને પ્રવાસ પૂર્ણ થયો. 

સાંજના 10:00 વાગે જેમ અમે બધા પાછા  આવા માટે બસમાં બેઠા. બસમાં દરેક વિદ્યાર્થીઓના નાચવા માં લીન હતા. ફરી શાળાએ ફરતા બસમાં પણ ખૂબ મજા આવી હતી. સવારના 09:00 વાગે જેમ અમે પાછા શાળાએ પહોંચ્યા હતા. 

આ પ્રવાસ દરમિયાન મને ગુજરાતના ધાર્મિક આસ્થા કુદરતી સુંદરતા અને સંસ્કૃતિને નજીકથી જોવાનું અને સમજવાનો અવસર મળ્યો. આ પ્રવાસ જીવનભર યાદ રહે એવો આનંદદાયક અને શ્રદ્ધા ભર્યો રહ્યો.



                    
                   લી. ગામીત મયુરી

Comments

Popular posts from this blog

Review writing

Story Writing Task