Review writing

    Expert lecture Economics - review 


         આજે મેં Expert lecture economics નો lecture attend કર્યો. બિરસા મુંડા ટ્રાઈબલ  યુનિવર્સિટ તરફ થી આ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ  લેક્ચર માં સ્કૂલ ઓફ આર્ટ્સ અને સ્કૂલ ઓફ કોમર્સ ના પ્રિન્સિપલ અને ઇકોનોમિક ના પ્રોફેસર હાજર હતા. થતા અર્થશાસ્ત્ર માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

        આ એક્સપર્ટ લેક્ચર ના એક્સપર્ટ અસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સર હતા. આ લેક્ચર 23/02/2026 ના રોજ સોમવારે આયોજન કરવામાં આવ્યો હતો. લેક્ચર ની શરૂઆત કરતા પહેલા દીપ પ્રગટાવા માં આવ્યો હતો. પછી ફુલો દ્વારા પ્રિન્સિપલ, હેમિલ્ટન મહીડા સર તથા ત્યાં ઉપસ્થિત દરેક પ્રોફેસર નું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

      આ લેક્ચર માં હેમિલ્ટ મહિડા સરે બજાર નું માળખું ટોપિક પર ચર્ચા કરી હતી. સૌવપ્રથમ તો અર્થશાસ્ત્ર એટલે શું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્ર એટલે શું એ પ્રશ્નનો સરે વિદ્યાર્થીઓ ને પૂછોયો હતો. ત્યારે વિધાર્થીઓ એ જવાબ પણ આપ્યો હતો. ત્યાર બાદ અર્થશાસ્ત્રની અનેક વ્યાખ્યાઓ સરે સમજાવી હતી.તેમાં  અર્થશાસ્ત્ર શું છે, તેનું મહત્વ શું છે, તેની મર્યાદા, લક્ષણો વગેરે નું વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી.ત્યાર બાદ સરે ખર્ચના ખ્યાલો વિશે વાત કરી હતી તેમાં

 1.સ્થિર ખર્ચ 

2. અસ્થિર ખર્ચ 

3. કુલ ખર્ચ 

4. સીમાંત ખર્ચ 

5. સરેરાશ ખર્ચ 

      વિશે માહિતી આપવામાં આવી હતી. દરેક ખર્ચ ની વ્યાખ્યા થી લઈને ને તેમાં આવતી દરેક માહિતી તથા દરેક ખર્ચ ની આકૃતિ દોરીને સરે સમજાવી હતી. ત્યાર બાદ પૂર્ણ હરીફાઈ વિશે માહિતી આપી હતી. તેમાં પૂર્ણ હરીફાઈ નો અર્થ વ્યાખ્યા, લક્ષણો અને આકૃતિ દોરીને સમજાવ્યું હતું. ત્યાર બાદ પૂર્ણ હરીફાઈ ના લક્ષણો વિશે ચર્ચા કરી. પૂર્ણ હરીફાઈ ના લક્ષણો નીચે મુજબ છે.

  પૂર્ણ હરીફાઈ ના લક્ષણો 

1. અસંખ્ય વેચનારા અને ખરીદનારા 

2. એકસરખી વસ્તુ 

3. બજાર વિષેનું સંપૂર્ણ જ્ઞાન

4. ઉધોગમાં પેઢીની મુક્ત અવર - જવર 

5. બુદ્ધિયુક્ત વર્તન 

       જેવા લક્ષણો વિશે સરે ચર્ચા કરી હતી. દરેક લક્ષણો વિશે માહિતી આપવામાં આવી હતી. દરેક લક્ષણો ઊંડાણ પૂર્વક સમજાવ્યું હતું. ત્યાર પછી આવક ના ખ્યાલો વિશે વાત કરવામાં આવી તેમાં

1. કુલ આવક 

2. સરેરસ આવક 

3. સીમાંત આવક 

  વિશે માહિતી આપી હતી. 

        આ એક્સપર્ટ લેક્ચર માં હેમિલ્ટ મહિડા સરે અર્થશાસ્ત્ર વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક ચર્ચા કરી હતી. તેના લીધે અમને બધાને અર્થશાસ્ત્ર વિષય વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક માહિતી પ્રાપ્ત થઈ જે એમને આગળ જતાં ખુબજ ઉપયોગી થશે.

       અંતે આભાર વિધિ તથા રાષ્ટ્રગાન ગાઈને આ લેક્ચર સમાપ્ત કરવામાં આવ્યો હતો.

      


                      લિ.   ગામીત મયુરી  




Comments

Popular posts from this blog

Story Writing Task

પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ