Story Writing Task

                એક દંપતિ હતું. પતિ - પત્નિ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સારસંભાળ રાખતા હતા. તેઓની આર્થિક સ્થિતી ખૂબ જ નબળી હતી. તેમની વચ્ચે પ્રેમ ખૂજબ ગાઢ હતો. કઇ પણ મુશ્કેલી માં એક - બીજા નો સહારો બનતા. તેમની પાસે ધન તો વધારે નો હતું પરંતુ પ્રેમ ઘણ હતો તેમના કોઈ સંતાનો પણ નો હતા. તેઓ મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા પરંતુ તેઓ હંમેશા સુખી રહેતા હતા.તેમની પાસે એકબીજાના સહારા સિવાય બીજા કોઈ નો સહારા નો હતો છતાં તેઓ હંમેશા ખુશ રહેતા. 


      એક દિવસે પત્નીએ પતિને કહ્યું '"ભગવાને મને આટલા સુંદર લાંબા વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપીન ઘરમાં નથી. મને એક સારી હેર પીન તો લાવી આપો" પતિ એ પત્ની ની વાત સાંભળી અને પછી કહ્યું. અરે ગાંડી, તને તારી હેર પીનની પડી છે. મારા ઘડિયાલ નો બેલ્ટ કેટલા દિવસથી તૂટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પણ પૈસા નથી તો તારા માટે હેર પીન કેવી રીતે લાવું ? પતિ સાંજે પોતાનું કામ પૂરું કરેને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં ઘડિયાલ વાળાની દુકાન આવી એટલે ત્યાં જઈને પોતાની બેલ્ટ વગરની ઘડિયાલ વેચી નાંખી અને મળેલી રકમમાંથી કટલેરીની દુકાન પરથી પત્ની માટે સુંદર હેરપીન લીધી. ઘરે આવીને બાણું ખકડાવ્યું. પત્ની એ બારણું ખોલ્યું અને પોતાની પત્નીને થોડી વાર તો સુનમુન બનીને જોઈ જ રહ્યો. પત્ની એ પૂછ્યું. આમ શું ભૂતની જેમ આંખ ફાડીને જોઈ રહ્યા છો ? પતિ આટલું જ બોલી શક્યા તારા લાંબા વાળ કયાં ગયા ? પત્ની એ જવાબ આપતા કહયું "મે વાળ કપાવી એન વેંચી નાખ્યા અને તેના બદલા માં મળેલી રકમમાંથી તમારા ઘડિયાલ માટે આ બેલ્ટ લીવી છું. પત્નિએ બેલ્ટ પતિના હાથમાં મૂક્યો અને પતિએ પત્નિને બધી વાત કરીને એના માટે લાવેલી હેરપીન એના હાથમાં મુકી બંને એકબીજાને પ્રેમથી ભેટી પડયા.

Comments

Popular posts from this blog

Review writing

પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ